ગુડિયા રેપ કેસ: બંને આરોપી દોષિત જાહેર, 30 જાન્યુઆરીએ થશે સજાની જાહેરાત

દિલ્હી (Delhi) ની એક કોર્ટે 2013ના ગુડિયા ગેંગરેપ કેસ (Gudiya Gang rape case) માં બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.

ગુડિયા રેપ કેસ: બંને આરોપી દોષિત જાહેર, 30 જાન્યુઆરીએ થશે સજાની જાહેરાત

નવી દિલ્હી: દિલ્હી (Delhi) ની એક કોર્ટે 2013ના ગુડિયા ગેંગરેપ કેસ (Gudiya Gang rape case) માં બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું છે કે સજાની જાહેરાત 30 જાન્યુઆરીએ કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે 5 વર્ષની ગુડિયાનું અપહરણ કરીને તેના ઉપર ગેંગરેપ જેવું જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું હતું. ગુડિયાની સાથે ખુબ જ બર્બરતાથી ગેંગરેપ કરાયો હતો. તેના શરીરમાંથી મીણબત્તી અને કાંચની બોટલ નીકળી હતી. 

નિર્ભયાના ગેંગરેપના ફક્ત ચાર મહિના બાદ થયેલી આ ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા હતાં અને લોકો રસ્તા પર ઉતરીને પોતાનો રોષ પ્રગટ કરતા જોવા મળ્યા હતાં.

જુઓ LIVE TV

ગુડિયાનું 15 એપ્રિલ 2013ના રોજ અપહરણ થયું હતું અને 17 એપ્રિલના રોજ તે ઘર પાસેથી મળી આવી હતી. ગુડિયાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં અનેક દિવસો સુધી તેની હાલત નાજુક રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news